રિલાયન્સ જિયો લોન્ચ કરશે ૫ જી સર્વિસ, ૨૦૨૦ સુધી બને તેવી શક્યતા

0
213
Reliance Jio may launch 5G services within 180 days of spectrum allocation

રિલાયન્સ જિયો ભારતમાં હવે પોતાની ૫જી સર્વિસને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિત મુજબ, કંપની ૨૦૨૦ ના મધ્ય સુધી ભારતમાં ૫જી સર્વિસેસને શરુ કરી શકે છે. જિયોના અધિકારીએ જણાવ્યું છે કે, જિયોની પાસે ૫જી રેડી LTE નેટવર્ક પહેલાથી જ રહેલા છે. એક વખત ૫જી સ્પેક્ટ્રમની સર્વસામાન્યતા બાદ અમે ૫ થી ૬ મહિનાની અંદર નવી ટેકનોલોજી બેસ્ડ સર્વિસેસ લોન્ચ કરી શકશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સરકારે જણાવ્યું હતું કે, તે ૨૦૧૯ ના અંત સુધી ૫જી સર્વિસેસ માટે સ્પેક્ટ્રમ ફાળવણી કરી શકે છે. આ યુઝર્સને ડાઉનલોડિંગ સ્પીડ ૫૦ થી ૬૦ ઘણી ઝડપ મળી શકશે.

જિયો કરી રહેલી ઓપ્ટિકલ ફાઇબરનો વિસ્તાર
જિયોના અધિકારી મુજબ, લેટેસ્ટ ટેકનોલોજી પર આધારિત ૫જી સર્વિસેસને પ્રભાવી તરીકે શરુ કરવા માટે રિલાયન્સ જિયો ઓપ્ટિકલ ફાઇબરનો ઝડપથી વિસ્તાર કરી રહી છે. જયારે, જિયોના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે, ૫જી સર્વિસેસની સફળ શરૂઆતમાં કેટલીક બાબતો અવરોધો પેદા કરી શકે છે. તેમાં ૫જી સ્પેક્ટ્રમને સપોર્ટ કરનાર ડિવાઇસેસની ઉપલબ્ધતા એક મોટો પડકાર રહેશે.

આ બે કંપનીઓ ડેવલપ કરી રહી ૫જી મોડમ
તેમને આગળ જણાવ્યું છે કે, ચિપસેટ બનાવનારી બે મોટો ગ્લોબલ કંપનીઓ અમેરિકાની ક્યુઅલકોમ અને તાઇવાનની મીડિયાટેક ૫જી-બેસ્ડ મોડમ ડેવલપ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ૫જી ટેકનોલોજીથી જોડાયેલ ડિવાઇસેસ આગામી વર્ષે ઉપલબ્ધ થઈ શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY