માત્ર ૭૯૦૦ રૂપિયાની કિંમતમાં તમારો થઈ શકે છે Galaxy Note 9 !

0
543

1. Galaxy Note 9

તાજેતરમાં સેમસંગે પોતાનો લેટેસ્ટ ફેબલેત Galaxy Note 9 ને ન્યૂયોર્કના એક ઇવેન્ટમાં લોન્ચ કર્યો છે. ગેલેક્સી નોટ ૯ ફેબલેત ૬.૪ ઇંચ QHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે આવશે જેમાં ૬ જીબી / ૮ જીબી રેમ તો જયારે ૧૨૮ જીબી અને ૫૧૨ જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ છે. ભારતમાં ગેલેક્સી નોટ ૯ માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયો છે અને તેના પર ઘબી બધી ઓફર્સ મળી રહી છે. સેમસંગના સ્ટોર સિવાય આ ફોન એરટેલના ઓનલાઈનથી પણ ઓર્ડર કરી શકાય છે અને એરટેલ ફોનની સાથે શાનદાર ઓફર પણ આપી રહી છે. એરટેલના સ્ટોરથી ફોનને ૭૯૦૦ રૂપિયાના ડાઉન પેમેન્ટ પર ખરીદી શકાય છે.

2. આવી રીતે પ્રાપ્ત કરો લાભ

સેમસંગ ગેલેક્સી નોટ ૯ ને પ્રી ઓર્ડર કરવા માટે યુઝર્સ એરટેલના ઓનલાઈન સ્ટોર પર જઈ શકે છે. જયારે જઈને યુઝર્સને લોગ ઓન કરવું પડશે જ્યાંથી ડિવાઈસને પસંદ કરી ઓર્ડર કરી શકશે. તેની સાથે તમને પોસ્ટપેડ પ્લાન પણ મળશે. ડાઈનપેમેન્ટ બાદ ૨૪ મહિના સુધી તમને ૨૯૯૯ ઈએમઆઈ તરીકે આપવા પડશે અને તેમાં તમારો પોસ્ટપેડ પ્લાન પણ હશે.

3. પોસ્ટપેડ પ્લાન

આ પોસ્ટપેડ પ્લાનના આધારે ૧૦૦ જીબી ડેટા દરમહિને મળશે, અનલિમિટેડ કોલિંગ, એમોઝન પ્રાઈમની મેમ્બરશીપ અને એરટેલ સિક્યોર ડિવાઈસ પ્રોટેક્શન પેકેજ મળશે. એરટેલની આ ઓફરના આધારે તમે કુલ ૭૯,૮૭૬ રૂપિયા આપવા પડશે. જયારે ફોનનું વેચાણ ૨૨ ઓગસ્ટથી શરૂ થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY