Momo Challenge : બ્લુ વ્હેલ બાદ હવે આવી નવી ખતરનાક ગેમ

0
683

1. Momo Challenge

Blue Whale Challenge તમને યાદ જ હશે કેમકે તે ચેલેન્જ કેટલી ખતરનાક હતી તે આપણે બધા જાણીએ છીએ. હવે એવી જ બીજી ગેમ આવી છે જેનું નામ Momo Challenge છે. આ પણ બ્લુ વેલ જેટલી જ ખતરનાક માનવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ખતરનાક ઓનલાઈન ગેમના કારણે ૧૨ વર્ષની એક બાળકીએ આત્મહત્યા કરી લીધી છે.

મોમો ચેલેન્જ વ્હોટ્સએપ મેસેજ દ્વ્રારા વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોમો ચેલેન્જ જાપાનથી શરૂ થઈ છે અને આ ચેલેન્જ માટે ડરામણી તસ્વીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે મેસેજમાં ઘણા પ્રકારના ખતરનાક ચેલેન્જ વાયરલ થાય છે.

2. Momo Challenge

ચેલેન્જ પૂરી ના કરવા પર મોમો ધમકી આપે છે અને સખત સજા આપવાની વાત કરે છે. આ બધી વાતોથી યુઝર ભયભીત થઈ જાય છે અને મોમી જે પણ કહે છે તે માની લેશે. માનવામાં આવી રહ્યું છે કે, મોમો નામના આ ડરામણા ચેહરાને જાપાનના એક કલાકાર મિદોરી હયાશી બનાવ્યો છે. અત્યાર સુધી આ ખતરનાક ગેમના કારણે આર્જેટીનામાં એક ૧૨ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી છે. હવે આર્જેટીના પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે, ક્યાંથી આ બાળકીને ખતરનાક મોમોનો મેસેજ મળ્યો હતો.

3. Momo Challenge

આવો હોય છે ચેલેન્જ
મોમો ચેલેન્જમાં યુઝર્સને પહેલા એક અજાણી વ્યક્તિનો નંબર આપવામાં આવે છે. ત્યાર બાદ તે આ નંબર પર ચેટિંગ શરૂ કરવાની હોય છે. ત્યાર બાદ યુઝર્સને તે નંબરથી ડરામણી તસ્વીર અને ચેલેન્જ મોકલવાનું શરૂ થાય છે. યુઝર્સને આ ચેલેન્જ પૂરી કરવાની હોય છે અને ના કરે તો તેમને અલગ-અલગ તરીકેની ધમકી આપવામાં આવે છે. આ ગેમમાં યુઝર્સનું મગજ બંધ થઈ જાય છે જેના કારણે તે પોતાની વિચારવાની ક્ષમતા ગુમાવી દેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY