મોબાઈલનાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

0
4166

1. Mobile નાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

Mobile ફોનનો આજે દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે. ઘરમાં જેટલા લોકો હોય છે તેટલા મોબાઈલ પણ હોય છે. કેટલાક ઘરમાં વ્યક્તિ કરતા વધારે Mobile હોય છે. આજના સ્માર્ટફોન તો પોકેટ કોમ્પ્યુટરની જેમ બની ગયા છે, જે કેટલીક મિનીટ્સમાં કામ ઉકેલી દે છે. તો બીજી તરફ આ જ ફોન બીમારીઓને પણ આમંત્રણ આપે છે. જો સમય રહેતા પોતાની આદતો નહી બદલો તો આ ભૂલ તમને ભારે પડી શકે છે.

2. મોબાઈલનાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર બધા યુઝર્સ આ વાતથી ઇનકાર ન કરી શકે કે, સ્માર્ટફોન તેમની ઊંઘ પર ખરાબ અસર પડી શકે છે. સવારે ઉઠ્યા બાદ અને સામાન્ય રીતે રાત્રે ઊંઘતા પહેલાં સ્માર્ટફોન/મોબાઈલ ફોન જ છે, જેને સૌથી પહેલા ચેક કરીએ છીએ. સ્માર્ટફોનનાં કારણે ઊંઘ બગડે છે અને મોડા ઊંઘવાનું કારણ પણ સ્માર્ટફોન જ છે.

3. મોબાઈલનાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

એક રીસર્ચમાં સામે આવ્યું છે કે, સ્માર્ટફોનમાં ટોઇલેટ સીટથી લગભગ 10 ગણા વધારે બેક્ટેરિયા હોય છે. થોડું વિચારો જો તમે જમતી વખતે કેટલી વાર ફોનનો ઉપયોગ કરો છો, અને કેટલા બેક્ટેરિયા ફેલાય છે.

4. મોબાઈલનાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

આંખો પર બ્લૂ લાઈટની સીધી અસર પડે છે, રેટિનાને ડેમેજ કરી શકે છે. આપણા મોબાઈલ ફોન સ્ક્રીનથી બ્લૂ લાઈટ આવે છે. તે સિવાય કેટલાક લોકોની આદત હોય છે, કે તેઓ અંધારામાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જે તમારી આંખો પર ખરાબ અસર પાડે છે.

5. મોબાઈલનાં વધારે પડતા ઉપયોગના કારણે થાય છે આ સમસ્યાઓ

મોબાઈલની શોધ લોકોને પરસ્પર જોડવા માટે કરવામાં આવી હતી, જેથી સરળતાથી લોકો કનેક્ટ થઇ શકે. પરંતુ આજના સમયમાં ફોનને આઈસોલેટે કરી દીધો છે. સોશિયલ મીડિયા આવી ગયા બાદ લોકો બહાર નીકળીને પરસ્પર મળવાથી વધારે સોશિયલ મીડિયા પર ચેટ કરવામાં વ્યસ્ત રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY