સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ઉપયોગી ટિપ્સ

0
2503

1. Smartphone પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

અનલિમિટેડ ડેટા પ્લાન મોંઘા થવાના લીધે મોટેભાગે સ્માર્ટફોન યુઝર લિમિટેડ ડેટા પ્લાન જ લે છે. તેથી જ હંમેશા તમને તે ચિંતા રહેતી હશે કે, ડેટા ખતમ ન થઇ જાય. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટીપ્સ, જેની મદદથી તમે Smartphone પર ડેટાની બચત કરી શકશો.

2. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

સ્માર્ટફોન પર વેબ બ્રાઉઝીંગમાં ઘણો વધારે ડેટા ખર્ચ થાય છે. ઘણી વેબસાઈટ હેવી હોય છે અને વધારે ડેટા તો તેમાં આવનાર જાહેરાતોને લોડ કરવામાં ખર્ચ થઇ જાય છે. તમે Chrome માં ડેટા કમ્પ્રેશન ફીચર દ્વારા ઓછો ડેટા ખર્ચ કરી શકો છો. આ ફીચર એક્ટીવેટ થયા બાદ ગૂગલ વેબસાઈટ અને બ્રાઉઝર વચ્ચે થતો ડેટા ટ્રાન્સફરને મેનેજ કરે છે અને વધારે બચત કરે છે. તેના માટે ક્રોમ ઓપન કરીને તેના Settings જાઓ, જ્યાં તમને Data Saver નો ઓપ્શન આપશે. તેણે સિલેક્ટ કરો. હવે તમારું બ્રાઉઝર ઓછો ડેટા ઉપયોગ કરશે.

3. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

ઘણી બધી એપ એવી છે કે, જેમાં સતત ડેટાનો ઉપયોગ થતો રહે છે. જે સમયે સ્માર્ટફોન ઉપયોગ ન કરવામાં આવતો હોય ત્યારે પણ નોટિફિકેશન અને અપડેટનાં લીધે એપ્સ ઈન્ટરનેટ સાથે જોડાઈ રહે છે. તો આવી એપ્સ કે જે બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે તેનો ડેટા ઉપયોગ રોકી શકો છો. તેના માટે પહેલા Settings માં જાઓ, Data Usage સિલેક્ટ કરો અને જે એપનો બેકગ્રાઉન્ડ ડેટા ઉપયોગ બંધ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો. ત્યાર બાદ ‘Restrict app background data’ લેબલને ઓફ કરી દો.

4. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

એપ્સને ક્યારેય પણ સીમ કાર્ડનાં નેટવર્ક પર અપડેટ ન કરો. હંમેશા કોઈ વાઈ-ફાઈ નેટવર્ક પર ગયા બાદ જ એપ અપડેટ કરો એવું કરવા માટે તમને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઓટો અપડેટ ફીચર ઓફ કરવાનું રહેશે. Google Play Store પર જઈને Settings પર ટેપ કરો. અહિયાં તમને Auto-update apps બટન દેખાશે. ત્યાં જઈને Auto-update apps over Wi-Fi only ઓપ્શન સિલેક્ટ કરો. હવે કોઈ પણ એપ ત્યારે જ અપડેટ થશે જ્યારે તમારો સ્માર્ટફોન વાઈ-ફાઈ સાથે કનેક્ટેડ હશે.

5. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

ઓનલાઈન વિડીયો અને મ્યૂઝિક સ્ટ્રીમ કરવામાં ઘણો જ ડેટા ખર્ચ થાય છે. મોબાઈલ ડેટા પર આ બધું કરવાથી બચો. તમે ફોન પર જ વિડીયો મ્યૂઝિક સ્ટોર કરી શકો છો. છતાં પણ તમારે સ્ટ્રીમીંગ કરવું છે તો સ્ટ્રીમીંગ ક્વોલીટી Low રાખો.

6. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

કેટલીક એવી એપ્સ છે, જે ડેટાને મોબાઈલ પર જ કેચ (એક જ પ્રકારે સ્ટોર) રાખવામાં મદદ કરે છે. જેમકે Google Maps અને Google Play. વાઈ-ફાઈ નેટવર્કમાં જઈને વધારેથી વધારે ડેટા કેચ કરવાની પ્રયત્ન કરો. જેનાથી તમે તેનો પછી પણ ઉપયોગ કરી શકશો અને મોબાઈલ ડેટા પણ ખર્ચ નહી થાય. યૂટ્યૂબ પણ વિડીયોને ઓફલાઈન કરવાનો ઓપ્શન આપે છે. વાઈ-ફાઈ પર તમે વિડીયો ડાઉનલોડ કરી શકો છો અને ત્યાર બાદ ઓફલાઈન જોઈ શકો છો.

7. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

રીયલ ટાઈમ સીકિંગ અને પુશ નોટિફિકેશન ઘણું જ જરૂરી છે, પરંતુ તેના માટે સ્માર્ટફોન સતત નેટ દ્વારા કન્ટેન્ટ ચેક કરે છે અને તેમાં ઘણો બધો ડેટા ખર્ચ થાય છે. શ્રેષ્ઠ રહેશે કે, તમે અકાઉન્ટ સિંક સેટિંગને જરૂર મુજબ એડજસ્ટ કરો. તેના માટે Settings માં જઈને Accounts માં જાઓ અને Sync માટે તે સર્વિસીસને પસંદ કરો, જેની Push નોટિફિકેશન અથવા સીકિંગ જરૂરી છે.

8. સ્માર્ટફોન પર ડેટાની બચત કરવા માટે ટીપ્સ

ડેટા મેનેજમેન્ટ એપથી પણ તમે ડેટા બચાવી શકો છો. આ એપ્સ ડેટાને કમ્પ્રેસ કરે છે અને ૫૦ ટકા સુધી સેવિંગ કરી શકો છો. આ કેટલીક એપ્સને ડેટા એક્સેસ કરવાથી પણ રોકી દે છે. તમે Opera Max અથવા CM Data મેનેજર જેવી એપ ટ્રાય કરી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY