હવે Twitter પર નહીં થાય કોઈ વિવાદાસ્પદ ટ્રોલ

0
398
Twitter

માઈક્રો બ્લોગીંગ સાઈટ Twitter એ ઓનલાઈન ટ્રોલ વિરુદ્ધ પોતાની લડાઈને ઝડપી બનાવી છે. અને આ માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે. હવે તે ‘વ્યવહારિક સંકેતો’ ને જોઇને ટ્વિટર પર ટ્રોલ કરનારાની ઓળખ કરવાની કોશિશ કરશે. Twitter ની આ નવી પહેલ ટ્વીટની સામગ્રી સિવાય યુઝર્સના વ્યવહાર પર પણ નજર રાખે છે. આનાથી ટ્વિટરને ટ્રોલની ખબર પડશે અને તેમને હટાવવામાં મદદ મળશે. આની મદદથી તે આપત્તિજનક ટ્વિટને પણ યુઝર્સની ટાઈમલાઈન પરથી હટાવી શકાશે. જે ટ્વિટરની નીતિનું ઉલ્લંઘન નથી કરતા.

આ ટ્વિટર દ્વારા રજુ કરવામાં આવેલી નવી ‘સુરક્ષા’ પહેલ છે, જે આપત્તિજનક ટ્વિટની ઓળખ મેળવવામાં મદદ કરશે. ટ્વિટર પહેલેથી જ આ કામમાં કૃત્રિમ મેધા અને મશીન લિર્નંગનો ઉપયોગ કરી રહી છે. ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી જેક ડોરસીએ કહ્યું કે અમારો ઉદ્દેશ સ્વતંત્ર અને મુક્ત સંવાદને વધારવાનો છે. સામગ્રીની જગ્યાએ વ્યવહાર પર નજર રાખવી સૌથી સારૂ કામ છે.

ટ્વિટરના અધિકારી ડેલ હાર્વે અને ડેવિડ ગાસ્કાએ બ્લોગમાં કહ્યું કે, ‘ટ્રોલ જેવા કેટલાક વ્યવહાર મજેદાર, સારા અને હાસ્યપૂર્ણ છે. પણ અમે તે ટ્રોલની વાત કરી રહ્યા છીએ જે ટ્વિટર પર સાર્વજનિક સંવાદને બાધિત અને વિકૃત કરી રહ્યા છે.’

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY