૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ અમેરિકામાં શરૂ, મળશે આટલી સ્પીડ

0
333

1. ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ


સંયુક્ત રાજ્ય અમેરિકાના હ્યુસ્ટન, ઇન્ડિયાના પોલીસ, લોસ એંજલસ અને સેક્રામેન્ટો શહેરોમાં ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. આ સર્વિસને વેરાઇઝન (Verizon) એ શરુ કરી છે અને કંપનીનું કહેવું છે કે, ૫જી સર્વિસ વપરાશકર્તાઓને લગભગ ૩૦૦ એમબીપીએસ અને મહત્તમ એક જીબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ મળશે. તમને જણાવી દઈએ કે, વેરાઇઝન દુનિયાની પ્રથમ ૫જી ઈન્ટરનેટ સર્વિસ પ્રદાતા કંપની બની ગઈ છે. વેરાઇઝનનો દાવો છે કે, તે આગામી વર્ષ સુધી મોબાઈલ વપરાશકર્તાઓ માટે પણ ૫જી ઈંટરનેટ સર્વિસ ઉપલબ્ધ કરાવી દેશે.

2. ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ

એક વર્ષથી કામ ચાલુ
વેરાઇઝનનું કહેવું છે કે, તે એક વર્ષથી ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ પર કામ કરી રહી હતી. વેરીજોને પોતાના ગ્રાહકો માટે ત્રણ મહિના સુધી ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસને ફ્રી રાખવામાં આવી છે. પછી કંપની પોતાના સબ્સ્ક્રાઇબરથી $૫૦ અને નવા ગ્રાહકોથી $૭૦ લેશે.

3. ૫જી હોમ ઈન્ટરનેટ સર્વિસ

આવી રીતે કરશે કામ
આ ખાસ પ્રકારના રેડિયો તરંગો છે જેના કારણે ૫જી ઈન્ટરનેટ કનેક્શનની ટેકનીક સંભવ થઈ શકે છે. આ મિલીમીટર તરંગો કોઈ પણ રીત પ્રક્રિયા અથવા કાર્યના સમયને ઓછો કરી દેશે. આ તરંગો ઘણા દુર સુધી કામ કરનારી છે, આ કારણે નેટવર્ક પ્રદાતા કંપની વેરાઇઝન કોઈ પણ તાર વગર ગીગાબીટ ગતીની સુવિધા આપી શકશે.
તમને જણાવી દઈએ કે, દુનિયાની પ્રથમ વ્યાવસાયિક ૫જી નેટવર્ક લાવા માટે દુનિયાભરની ટેક કંપનીઓ સ્પર્ધાઓમાં લાગી ગઈ છે. એવામાં વેરાઇઝન કંપનીના ૫જી હોમ ઈન્ટરનેટ લોન્ચ કરવાના પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY