જિયોને ટક્કર આપવા માટે Vodafone લાવ્યું આ બે નવા પ્લાન્સ

0
886
Vodafone Rs. 549 and Rs. 799 prepaid plans offer 126GB and 98GB data

Vodafone એ પોતાના બે નવા પ્રીપેડ પ્લાન્સને પ્રસ્તુત કર્યા છે જેની કિંમત ક્રમશ: ૫૪૯ રૂપિયા અને ૭૯૯ રૂપિયા છે. કંપની ૫૪૯ રૂપિયા વાળા પ્લાનમાં લગભગ ૩.૫ જીબી ૨જી/૩જી/૪જી ડેટા પ્રતિદિવસ ઓફર કરી રહી છે. જયારે ૭૯૯ રૂપિયા વાળા પ્લાનમાં તમને ૪.૫ જીબી ડેટા પ્રતિદિવસ મળી રહ્યો છે. આ બંને પ્લાન્સની વેલીડીટી ૨૮ દિવસની છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવા પ્લાન્સથી એરટેલ અને જિયોને પડકાર મળશે.

૫૪૯ રૂપિયા
આ પ્લાનમાં તમને ૯૮ જીબી ડેટા સપૂર્ણ ૨૮ દિવસ માટે મળી રહ્યો છે. તેમાં તમને ડેલી લીમીટ લગભગ ૩.૫ જીબી મળે છે.. તેના સિવાય આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે જ ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ પણ મળશે.

૭૯૯ રૂપિયા
આ પ્લાનમાં તમને ૯૮ જીબી ડેટા સપૂર્ણ ૨૮ દિવસ માટે મળી રહ્યો છે. તેમાં તમને ડેલી લીમીટ લગભગ ૪.૫ જીબી મળે છે. તેના સિવાય આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે જ ૧૦૦ એસએમએસ પ્રતિદિવસ પણ મળશે.

જિયો ૭૯૯
બીજી તરફ જિયોના આ પ્લાનની વાત કરીએ તો તમને તેમાં ૫ જીબી ડેટા પ્રતિદિવસ મળી રહ્યો છે. એટલે તમને કુલ ૧૪૦ જીબી ડેટા મળશે. તેમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે ૧૦૦ એસએમએસ પણ મળી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY