Vodafone ના આ પ્લાનમાં યુઝર્સને મળશે વધુ ડિસ્કાઉન્ટ

0
1874
Vodafone partners VISA to offer discounts on international roaming plans

ટેલિકોમ ઓપરેટર કંપની Vodafone ઇન્ડિયાએ વિઝા (Visa) ની સાથે ભાગીદારી કરી નવો આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સ પ્રસ્તુત કર્યો છે. આ ભાગીદારીના આધારે યુઝર્સ i-RoamFree આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સમાં ૫૦૦ થી લઈને ૭૫૦ રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર પ્રાપ્ત કરી શકો છો. સુત્રો અનુસાર, વોડાફોન પોસ્ટપેડ ગ્રાહક જે પોતાના વિઝા ટ્રેવલ પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરે છે, તેમને વોડાફોન i-RoamFree પેક પર ૫૦૦ રૂપિયાથી ૭૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર મળશે.

કંપનીનું કહેવું છે કે, “અમે ઈચ્છીએ છીએ કે, અમારા યુઝર્સની યાત્રા સરળ અને સુવિધાજનક હોય.” વોડાફોને બે i-RoamFREE પ્લાન્સ જાહેર કર્યો છે. એક પ્લાન ૨૮ દિવસની વેલીડીટીની સાથે જયારે બીજા દસ દિવસ માટે માન્ય છે.

વોડાફોનના ૨૮ દિવસ વાળા i-RoamFREE પ્લાન ૬૫ દેશોને કવર કરે છે. આ પ્લાનમાં યુઝર્સને ૫૦૦૦ રૂપિયા આપવા પડશે. તેમ છતાં VISA ટ્રેવલ પ્રીપેડ કાર્ડહોલ્ડર્સને વોડાફોન પોસ્ટપેડ કનેક્શન પર ૭૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે.

જયારે દસ દિવસ વાળા વોડાફોનને i-RoamFREE પ્લાનની કિંમત ૩૫૦૦ રૂપિયા છે અને કંપની ટ્રેવલ પ્રીપેડ કાર્ડધારકોને વોડાફોન પોસ્ટપેડ કનેક્શનની સાથે ૫૦૦ રૂપિયાની છુટ આપે છે, તેનો અર્થ એ સેવા ૩૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

વોડાફોન iRoamFREE યોજના ૬૫ દેશોને કવર કરશે. આ પ્લાનમાં યુઝર્સ ૨૦ દેશો જેમાં યુએસએ, યૂરોપ, યુકે, સિંગાપુર, થાઈલેન્ડ, મલેશિયા સામેલ છે જેમાં અનલિમિટેડ ડેટા અને કોલ્સની મજા ઉઠાવી શકશો. જયારે, કંપનીએ આ વાતની પણ પુષ્ટિ કરી છે કે, આ નવો વિઝા પ્લાન પ્રીપેડ ઉપયોગકર્તાઓ માટે પણ જલ્દી જાહેર કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY