OMG ! WhatsApp માં મળ્યું બગ, બ્લોક કરવા છતાંય આવી રહ્યા છે મેસેજ

0
648
WhatsApp

પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp ઘણા લોકો માટે પરેશાની બની ગયું છે. યુઝર્સ તે કોન્ટેક્ટસએ પણ મેસેજ મોકલી શકે છે જેમણે તેમને બ્લોક કર્યા છે. વાસ્તવમાં આ એક બગ છે જેનાથી આ પરેશાની થઇ રહી છે. પણ, કંપનીએ અત્યાર સુધી આ પર કોઈ પમ નિવેદન બહાર નથી પાડ્યું.

આ બગના કારણે યુઝર્સ તે કોન્ટેકટસનું સ્ટેટ્સ અને પ્રોફાઈલ સાથે જોડાયેલી જાણકારીઓ પણ જોઈ શકે છે જેમણે તેમને બ્લોક કર્યા છે. આ બગ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંનેમાં જોવા મળી રહ્યું છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થઇ રહી છે કે, કોઈ બ્લોક કોન્ટેકટ તમને મેસેજ કરી રહ્યો છે તો તમે તે કોન્ટેક્ટને અનબ્લોક કરી ફરીથી તેને બ્લોક કરી દો.

અત્યારે ના તો એ ખબર પડી શકી છે કે આ બગ કેવી રીતે આવ્યું અને તમે કેવી રીતે આનાથી બચી શકો છો. કંપનીની તરફથી નિવેદન આવતા જ અમે તમને અપડેટ કરીશું. અમારી સલાહ છે કે, તમે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એપ ઇનસ્ટોલ કરીને ના રાખો જેના પબ્લીશર વેરીફાઈડ નથી.

મહત્વપૂર્ણ છે કે, વોટ્સએપમાં એક નવું ફીચર પણ જોડાયું છે. આનાથી વગર વોટ્સએપ ઓપન કરે જ તમે કોઈ કોન્ટેકટને મેસેજ મોકલી શકો છો. આ માટે તમારે તમારા ફોનમાં https://wa.me /(ફોન નંબર) લખવો પડશે. જેને તમે મેસેજ મોકલી શકો છો. આ લીંક પર જતા જ તમારી પાસે તે કોન્ટેકટની સાથે ચેટની વિન્ડો ખુલશે. અહિયાંથી તમે ચેટીંગ કરી શકો છો. url ની આગળ ખોટો નંબર લખવા પર તમને ઇનવેલીડ url ની એરર મળશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY