વિડિઓ : મંગેતર નિક જોનસ સાથે પ્રિયંકા ચોપરાનો જોવા મળ્યો ફૂલ અંદાજ

0
192

પ્રિયંકા ચોપરા અત્યારે તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. પ્રિયંકા અને તેના મંગેતર નિક જોનસને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આજકાલ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. થોડા સમય પહેલા જ પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર નિકની સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં પ્રિયંકા ચોપરા મંગેતર નિક જોનસ અને તેના ભાઈ સાથે નજર આવી રહી છે. આ ત્રણેય ના ફોટા સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થતા નજર આવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ મેરેજ પહેલા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. મુંબઈમાં થયેલ સગાઈની પાર્ટી બાદ પ્રિયંકા અને નિક મોટાભાગે ઇન્ડિયાની બહાર નજર આવ્યા છે. તાજેતરમાં બંને મેક્સિકોની ટ્રીપ પર ગયા હતા ત્યારબાદ હવે તેઓ લોસ એન્જલસમાં છે. પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

થોડા દિવસ પહેલા બોલિવુડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા અને તેના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ તેમની સગાઈની ખબરને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. સગાઈના ફંક્શનના કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સગાઈ કર્યા બાદ નિક જોનસ તેના મોમ-ડેડ સાથે યુએસ જતા રહ્યા હતા. બીજી તરફ, ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ ના શૂટિંગમાં પ્રિયંકા પણ વ્યસ્ત થઇ ગઈ હતી.

પ્રિયંકા ચોપરા બહુ જલ્દી અમેરિકી દુલ્હન બનવા જઈ રહી છે આ વાત બધા જાણે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે સગાઈ કરી લીધી અને રોકા પાર્ટીમાં બોલિવુડના તમામ સેલેબ્સ સામેલ થયા હતા. હવે ત્યારબાદ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરાના લગ્નની અટકળો અને અફવાહોનું બજાર ગરમ થઇ ગયું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY