Video : દૂધથી આ રીતે નિખારો તમારી ત્વચાની સુંદરતા….

0
363

દૂધથી આ રીતે નિખારો તમારી ત્વચાની સુંદરતા….

આમ તો આપણે દૂધમો ઉપયોગ જનરલી પીવા માટે કરતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે, દૂધ આપણી સ્કીનને સુધારી નીખાર લાવે છે. ત્યારે આજે અમે તમને જણાવીએ કે દૂધનો ઉપ્યોગ સ્કીનને સ્વસ્થ રાખવા કેવી રીતે કરવો જોઈએ.

જો ચહેરો લાલ થઇ ગયો છે અને તેમાં બળતરા થઇ રહી છે, તો મલાઈ અથવા બટર લગાવો. તે સિવાય તમે ચહેરા પર દૂધ પણ લગાઈ શકો છો. ચહેરા પર લગાવેલું દૂધ સુકાઈ જાય ત્યાર બાદ જ ચેહરો ધોવો.

આ સિવાય તમે મિલ્ક બાથ લઇ શકો છો. મિલ્ક બાથ તૈયાર કરવા માટે પાણીમાં મિલ્ક પાઉડર ભેળવો. માનવામાં આવી રહ્યું છે કે, આ સ્કીનને મુલાયમ અને પોષકતત્વો આપે છે. જો ડેડ સ્કીન હટાવવી છે તો, ઉકળતા દૂધમાં થોડું મીઠું ભેળવો અને તરત જ તેમાં ફેટ ફ્રી દૂધ નાખો. હવે સ્ક્રબિંગ કરો.

જો તમારી ત્વચાનાં પોર્સ ખુલી ગયા છે તો દૂધની મલાઈનો ઉપયોગ કરો. મલાઈને ગરદન અને ચહેરા પર લગાવો અને ૧૫ મિનીટ બાદ ઠંડા પાણીથી ધોઈલો. આવી રીતે તમારી ત્વચાનાં પોર્સ નાના થઇ જશે અને ચમક આવી જશે.

બદામ અને લવિંગને સરખા ભાગે લઈને પાઉડર બનાવી લો. અડધી ચમચી દૂધમાં ચપટી ભરીને હળદર ભેળવીને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ ચહેરાને ધોઈ લો, તેનાથી ચહેરા પર નિખાર આવે છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY