Video : Yeh Rishta Kya Kehlata Hai: અનમોલ-માનસીની મહેંદી સેરેમનીમાં મચશે ધૂમ

0
182

સિરીયલ ‘Yeh Rishta Kya Kehlata Hai’ નો લેટેસ્ટ ટ્રેક વધારે દિલચસ્પ છે. એક તરફ, માનસી અને અનમોલની સંગીત સેરેમનીમાં ફેમિલીએ ખૂબ મસ્તી કરી તો બીજી તરફ, જ્યારે અંતમાં માનસીએ ખુલાસો કર્યો કે, તે માતા બનવાની નથી તો બધા ચોંકી જાય છે.

માનસીએ બધાની સામે અનમોલની દાદીની પોલ ખોલી દીધી અને જણાવ્યું કે, તેમના મેરેજ માટે બધા રાજી થઇ શકે, આ કારણે તેણે પ્રેગનન્સીની ખોટી ખબર ફેલાવી દીધી. જો કે, જેવી સુહાષીનીને આ વાતની ખબર પડે છે તે ભરી મહેફિલમાં માનસી અને અનમોલના મેરેજ તોડવાની વાત કરે છે.

બીજી તરફ, બધા તેને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તે આવું ના કરે. ત્યારબાદ બાળકોની ખુશીઓ માટે તે માની જાય છે. તાજેતરમાં માનસી અને અનમોલના મહેંદી સેરેમનીના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. માનસી અને અનમોલની મહેંદી સેરેમનીમાં દરેક શાનદાર લાગે છે. તો આવો જોઈએ મહેંદી સેરેમનીની એક ઝલક….

ઉલ્લેખનીય છે કે, નાયરા-કાર્તિક અને કીર્તિ-નક્ષ બાદ હવે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં માનસી અને અનમોલના મેરેજની તૈયારીઓ જોરો-શોરો પર છે. તાજેતરમાં માનસી અને અનમોલની સગાઈ થઇ હતી, જેમાં ખૂબ ડ્રામા જોવા મળ્યા છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY