વિડિઓ : બિગબોસ ૧૨: શ્રીસંતની એન્ટ્રી કન્ફર્મ, ફેમિલી સાથે એરપોર્ટ પર થયા સ્પોટ

0
109

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બિગબોસ ૧૨ ની શરૂઆત ૧૬ સપ્ટેમ્બરથી થઇ રહી છે. દર્શક આ વાત જાણવા માટે આતુર થઇ રહ્યા છે કે, બિગબોસમાં ક્યાં ચહેરા નજર આવવાના છે. બિગબોસ ૧૨ ના ફાઈનલ કન્ટેસ્ટંટને લઈને ઘણી ખબરો સામે આવી રહી છે. પરંતુ આ બધા ચહેરામાંથી કોણ બિગબોસ ૧૨ માં નજર આવશે, તેને લઈને શો મેકર્સ સસ્પેન્સ રાખવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે.

આ ખબરોની વચ્ચે ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસંત મંગળવારે સાંજે તેમના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર નજર આવ્યા હતા. શ્રીસંત બિગબોસ ૧૨ માં ભાગ લેવા માટે મુંબઈ પહોચ્યા છે. જેવા તે મુંબઈ પહોચ્યા મીડિયાના કેમેરામાં કેદ થઇ ગયા. તે દરમિયાન શ્રીસંત તેમની પત્ની અને બાળકો ફૂલ અંદાજમાં નજર આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ખબર આવી રહી હતી કે, ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસંત બિગબોસનો હિસ્સો બનવાના છે પરંતુ તેને મુંબઈમાં જોયા બાદ કન્ફર્મ થઇ ગયું છે કે, તે સલમાનના શોમાં ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. બિગબોસ ૧૨ ના ઘરમાં ગયા પહેલા શ્રીસંતે અદ્દભુત ટ્રાંસફોર્મેશન કર્યું છે.

સલમાન ખાને ‘બિગ બોસ ૧૨’ ને તાજેતરમાં લોન્ચ કર્યો છે અને તે દરમિયાન તેમણે આ શો સાથે જોડાયેલ ઘણા મોટા-મોટા ખુલાસા પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, બિગબોસ ૧૨ ના પ્રીમિયર એપિસોડને ૧૬ સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ટેલીકાસ્ટ કરવામાં આવશે. બિગબોસ ૧૨ ની શરુઆત માટે સલમાન ખાને શોની ફર્સ્ટ પ્રેસ મીટ ગોવામાં દબંગ અંદાજમાં કરી છે.

બિગબોસ સીઝન ૧૨ આજકાલ ખૂબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાથી બિગબોસને લઈને અલગ-અલગ ખબરો સામે આવતી હોય છે. તેની સાથે નાના પડદા પર સલમાન ખાનનો કડક અંદાજ જોવા માટે લોકોમાં પણ બેચેની એકવાર ફરીથી શરુ થઇ ગઈ છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ સુપરહીટ શો ‘બિગબોસ’ ને બોલિવુડના ભાઈજાન હોસ્ટ કરવાના છે.

કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે. સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY