વિડિઓ : તુષાર કપૂરે ફેમિલી સાથે કર્યું ગણપતિ દાદાનું સ્વાગત

0
134

બોલિવુડના સુપરસ્ટાર જીતેન્દ્રએ ગણપતિ બપ્પાનું સ્વાગત તેમના ઘરમાં પૌત્ર લક્ષ્યની સાથે કર્યું છે. આ ખાસ અવસર પર એક્ટર તુષાર કપૂરે જણાવ્યું કે, અમે ૪૦ વર્ષોથી ગણપતિને અમારા ઘરે દર વર્ષે લાવીએ છીએ. ગણપતિ પૂજન માટે તુષાર હંમેશા તેના બધા કામ છોડી પૂરો સમય તેના ઘર પર આપે છે. જીતેન્દ્ર તસવીરોમાં પૌત્ર લક્ષ્ય અને પુત્ર તુષાર સાથે ટ્રેડીશનલ અંદાજમાં નજર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, તુષારે તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે અને પોતાના જીવનમાં તે નવા રોલને લઈને ઘણા એક્સાઈટેડ છે.

પોતાની ફેમિલીમાં આવેલ આ નવા સભ્ય વિષે તુષારે કહ્યું કે, હું પિતા બની ઘણો ઉત્સાહિત છુ. મને છેલ્લા ઘણા સમયથી પિતા બનવાની ઈચ્છા હતી. લક્ષ્ય આજે મારા જીવનની સૌથી મોટી ખુશીનું કારણ છે. ભગવાનની કૃપાથી અને જસલોકમાં મહાન તબીબી ટીમના કારણે સિંગલ લોકો પણ પેરેંટહુડનો ઓપ્શન પસંદ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, તુષાર બોલિવુડના પ્રથમ મેલ એક્ટર છે જે મેરેજ વગર સરોગેસી દ્ધારા બાળકના પિતા બન્યા છે. તુષાર તેના દ્ધારા બોલિવુડમાં ઘણા એલીજીબલ બેચલરને પિતા બનવાની સલાહ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કામમાં વ્યસ્ત હોવા છતાં તુષાર તેમના પુત્રનું પૂરતું ધ્યાન રાખે છે. તે શૂટિંગ દરમિયાન પણ પોતાના પુત્રને પણ સાથે રાખે છે. આખો કપૂર પરિવાર લક્ષ્યને વધારે પ્રેમ કરે છે. તુષારનાં પિતા અને લક્ષ્યના દાદા બોલિવુડ એક્ટર જીતેન્દ્ર માટે લક્ષ્યની મુસ્કાન તેમનો દિવસ બનાવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY