વિડિઓ : શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂરે ગ્લેમરસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ

0
166

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર તેના લૂકને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. ગઈકાલે ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ની ગ્રાંડ સેલિબ્રેશન પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટીમાં જાહનવી ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.

આ પાર્ટી દરમિયાન જાહનવીએ ફોટોશૂટ કરાવ્યું છે જેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝમાં જાહનવી કપૂર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.

પોતાની ફર્સ્ટ ફિલ્મ ‘ધડક’ રિલીઝ થયા પહેલા જાહનવી કપૂર લોકોના દિલોમાં રાજ કરવા લાગી હતી. જાહનવીના જીમથી લઈને ફ્રેન્ડસ સાથે આઉટિંગની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે અને જ્યારે જાહનવીએ બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે તો દરેકની નજર ફક્ત તેના પર જ છે.

જાહનવી કપૂરે તેની ફર્સ્ટ ફિલ્મ ધડકથી સાબિત કર્યું છે કે, તે બોલિવુડમાં લોંગ ટાઈમ સુધી ટકશે. જાહનવી હવે કમ્પ્લીટ ફિલ્મ એક્ટ્રેસ બની ચૂકી છે. તાજેતરમાં તેણે એક ફેશન શો દરમિયાન રેમ્પ પર પણ પોતાની દસ્તક આપી છે.

જાહનવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે અને ઘણીવાર તે પોતાના ફોટા શેર કરતી રહે છે. શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂર બોલિવુડમાં એન્ટ્રી કર્યા પહેલા તેના હોટ ફોટાના કારણે લાઈમ લાઈટમાં રહી છે.

જાહનવી કપૂરના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ નું શૂટિંગ શરુ કરશે. આ ફિલ્મમાં જાહનવી કપૂર સિવાય રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર નજર આવશે. કરણ જોહરની આ એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY