વિડિઓ : આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ

0
302

ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. રાણી મુખર્જી અને આદિત્યને એક પુત્રી પણ છે.

અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

આયુષ શર્મા ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. અર્પિતા ખાન અને આયુષના પુત્રનું નામ આહિલ છે.

ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે. ઈશાએ ગયા વર્ષે એક પુત્રીને જન્મ આપ્યો છે.

ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા. સોહા અલી ખાન ગયા વર્ષે માતા બની હતી. સોહા અને કૃણાલની લાડલીનું નામ ઇનાયા છે.

ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે. કરીના અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર અત્યારે ફેમસ સ્ટારકિડ્સ માંથી એક છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY