વિડિઓ : શિલ્પા શેટ્ટીએ ધૂમધામથી કર્યું ગણપતિ દાદાનું સ્વાગત

0
137

ગણેશ ચતુર્થીનો મહાપર્વ શરુ થઇ ગયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવુડ સેલેબ્સના ઘરે બપ્પાનું સ્વાગત સત્કાર શરુ થઇ ગયું છે. ગુરુવારે મોડી રાત્રે શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં સ્થિત તેના ઘર પર ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યું છે. ગણપતિ બપ્પાના આગમનથી શિલ્પા શેટ્ટી ખુશ થઇ ડાંસ કરવા લાગી હતી.

તે દરમિયાન શિલ્પા શેટ્ટી એથનિક લૂકમાં નજર આવી હતી. તેણે પિંક સલવાર કમીઝ અને પ્રિન્ટેડ દુપટ્ટો પહેર્યો હતો. બીજી તરફ, શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા સફેદ કુર્તા અને બ્લેક જીન્સમાં નજર આવ્યો હતો. શિલ્પા અને રાજે ગણપતિ દાદાના ઘરમાં પ્રવેશ કર્યા પહેલા પૂજા અર્ચના કરી. બીજી તરફ, શિલ્પાનો પુત્ર વિયાન પણ હાજર હતો. આગળ જુઓ વધુ ફોટોઝ….

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY