વિડિઓ : ‘સ્ત્રી’ ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યો બોલીવુડનો જમાવડો

0
140

બોલીવુડ અભિનેત્રી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની સ્ટારર ફિલ્મ સ્ત્રી બોક્સ ઓફીસના બધા રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે અત્યાર સુધી ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

ફિલ્મની સારી કમાણી બાદ સપૂર્ણ સ્ટાર કાસ્ટ ઘણું ખુશ છે. તાજેતરમાં આ સફળતાનો જશ્ન મનાવવા માટે સકસેસ પાર્ટીનું અયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મની સપૂર્ણ ટીમ પહોંચી હતી.

આ દરમિયાન ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા રેડ શોર્ટ ડ્રેસમાં ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તેમના ગ્લેમરસના લુકને જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જયારે ફિલ્મના અભિનેતા રાજકુમાર સ્ત્રીની ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં ખુબ જ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે.

આ પાર્ટીમાં તાપસી પન્નુ બ્લેક ગોલ્ડ ડ્રેસમાં ખુબ સુંદર જોવા મળી હતી. જયારે ફિલ્મમાં ચુડેલનો પાત્ર નિભાવનારી આશા સૈની બ્લેક લુકમાં જોવા મળી રહી છે.

જયારે આ સ્ટાર્સના સિવાય નુસરત ભરૂચા, અપારશક્તિ ખુરાના, વરુણ શર્મા, ફાતિમા સના શેખ, સિદ્ધાર્થ કપૂર, રિયા, વરુણ મિત્રા, પત્રલેખા, રાધિકા મદાન, પંકજ ત્રિપાઠી, અથીયા શેટ્ટી, યોગેન શાહ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ‘સ્ત્રી’ ૨૦ કરોડ રૂપિયા જેવા નાના બજેટની ફિલ્મ છે એવામાં ફિલ્મનું શાનદાર કલેક્શન તેના પહેલા જ સુપરહિટ બની ચુકી છે.

ફિલ્મ ‘સ્ત્રી’ ને ૧૫૦૦ થી વધુ સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવી છે.

ફિલ્મની કહાની રાજ અને ડીકેએ લખી છે જે આ અગાઉ ઘણી બધી ફિલ્મોની કહાની લખી ચુક્યા છે. ફિલ્મ ‘સ્ત્રી’ ને અમર કૌશિકે ડાયરેક્ટ કરી છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ અન શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી પણ સામેલ છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY