Video : સલમાનના ભાણીયાની બર્થ ડે પાર્ટી યોજાઈ આબુધાબીમાં, ગર્લફ્રેન્ડ લુલીયા બની પાર્ટીની ખાસ મહેમાન

0
166

સલમાનના ભાણીયાની બર્થ ડે પાર્ટી યોજાઈ આબુધાબીમાં, ગર્લફ્રેન્ડ લુલીયા બની પાર્ટીની ખાસ મહેમાન

બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના ભાણીયા આહીલની હાલમાં જ દુબઈના આબુધાબીમાં યોજાઈ ગ્રાંડ બર્થ ડે પાર્ટી. જી હા, સલમાનની બહેન અર્પિતાનો સન આહીલ થઇ ગયો છે પુરા 2 વર્ષ નો…જેની ખુશીમાં મામા સલમાને યોજી હતી શાનદાર પાર્ટી. જ્યાં હાજર રહ્યા હતા બીટાઉનના પણ ઘણા સિતારા.

પણ ખાસ વાત તો એ છે કે, આ પાર્ટીમાં સૌની નજર જો કોઈની પર અટકી હોય તો એ હતી સલમાન ની રૂમર ગર્લફ્રેન્ડ લુલીયા વેન્તુર. આ સિવાય સલમાનની પૂરી ફેમેલી પણ રહી આ ખાસ પાર્ટીમાં હાજર.

૩૦ માર્ચે સલમાનના જન્મદિનને સલમાન હંમેશા ખાસ બનાવવા ઈચ્છે. આ વખતે આહીલના બર્થ ડે પર સલમાન તેની અપકમિંગ ફિલ્મ રેસ ૩ નું આબુધાબીમાં કરી રહ્યા હતા શૂટિંગ. અને એટલે જ સલમાને આ વર્ષે આ પાર્ટી દુબઈના અબુધાબીમાં સેલીબ્રેટ કરવાનું નક્કી કર્યું.

સલમાનના દરેક સેલીબ્રેશનમાં ખાસ મહેમાન બને છે તેમની રૂમર ગર્લફ્રેન્ડ લુલીયા. અને આ વખતે પણ આહીલની બર્થ ડે પાર્ટીમાં ફરી એક વખત લુલિયા ખાન ફેમેલી સાથે નજર આવતા ફરીથી સલમાન અને લુલીયાની ક્લોઝ્નેસની ચર્ચાએ વેગ પકડ્યો છે.

ત્યારે ફેંસની સાથે પૂરા દેશને સલમાનના લગ્નનો રહેશે બેસબ્રીથી ઇન્તેઝાર

loading...

NO COMMENTS

LEAVE A REPLY