Video : વોર્નરની આંખોમાં આવ્યા આંસુ, પ્રેસ કોન્ફરન્સમાં થયો ઈમોશનલ…..

0
104

વોર્નરની આંખોમાં આવ્યા આંસુ, પ્રેસ કોન્ફરન્સમાં થયો ઈમોશનલ…..

બોલ ટેમ્પરીંગ કેસમાં દોશી ઠરેલા ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નર હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માફી માંગી રડી પડતા નજરે આવ્યા. જી હા, વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં કબુલ કર્યું કે તેણે સૌથી મોટી ભૂલ કરી છે. જેનો તેને આખી જિંદગી પસ્તાવો રહેશે. અને સાથે જ વોર્નરે ક્રિકેટમાં પોતાના પાછા ફરવાની ઉમ્મીદ પણ ઓછી રાખી.

ઓસ્ટ્રેલીયા ક્રિકેટમાં ૧ વર્ષનો બેન લાગ્યા બાદ વોર્નરે કહ્યું કે, ‘મારા મગજમાં ક્યાંકને ક્યાંક એ વાત છે કે, એક દિવસ મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મૌકો જરૂર મળશે. પરંતુ એ પણ બની શકે કે હું કદાચ ઓસ્ટ્રેલીયા માટે ના પણ રમી શકું.’

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વારંવાર વોર્નર બધાની માફી માંગી રહ્યા હતા. વોર્નરે કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો ભલે તમે ક્રિકેટના ફેન હોવ કે ન હોવ હું તમારા બધાની દેશની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડા બદલ માફી માંગું છું. હું મારી જવાબદારીઓ નિભાવવામાં એક કેપ્ટન તરીકે નાકામ રહ્યો.’

તમને જનાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ સ્મિથ અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ સિવાય બોલ ટેમ્પરિંગને અંજામ આપનારા કેમરુન બેનક્રાફ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્મિથ અને વોર્નર પર ૧ વર્ષનો બેન છે જ્યારે બેનક્રાફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY