વિડિઓ : ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ફેમ પારુલ ચૌહાણ આ દિવસે કરશે મેરેજ

0
355

આજકાલ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં સુવર્ણાનો રોલ પ્લે કરી રહેલ પારુલ ચૌહાણ બહુ જલ્દી બોયફ્રેન્ડ ચિરાગ ઠક્કર સાથે મેરેજ કરવાની છે. આ વાતની માહિતી આપતા એકટ્રેસે જણાવ્યું કે, અમે બંને આ વર્ષે ૧૨ ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાઈશું.

પારુલ લાંબા સમયથી ચિરાગની સાથે રિલેશનશીપમાં છે. ચિરાગ વ્યવસાયિક રીતે એક્ટર છે. મેરેજની તૈયારીઓ વિશે પારુલે જણાવ્યું કે, હજુ સુધી વેન્યુ નક્કી કરવામાં આવ્યું નથી. હું લખીમપુર ખીરીની રહેવાસી છુ. આ કારણે મેરેજ સાથે જોડાયેલી ઘણી રસમ મારા હોમ ટાઉનમાં થશે.

ચિરાગ વિશે પારુલે કહ્યું કે, ચિરાગ મને આજુ-બાજુના લોકોથી અલગ નજર આવે છે. અમે બંને આજકાલની જેમ રિલેશનમાં નથી. હાં, સાથે કૉફી પીવી, ડેટિંગ કરવું ત્રણ વર્ષથી ચાલુ છે.

શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ ‘સપના બાબુલ કા….બિદાઈ’ ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો. તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

જો કે, તે વખતની રાગિનીની અને અત્યારના લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી. સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો. પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે.

ત્યારબાદ તે ડાન્સ શો ‘ઝલક દિખલા જા’, ‘રિશ્તો સે બડી પ્રથા’, ‘અમૃત મંથન’, ‘પુનર્વિવાહ’ અને ‘મેરી આશિકી તુમસે હી’માં દમદાર રોલ કરી ચૂકી છે. પારુલે જણાવ્યું કે, જ્યારે તે  ‘બિદાઈ’ સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY