ભારતના આ મંદિરમાં મહિલા માટે નહિ પુરુષો માટે હતો પ્રતિબંધ

0
1586

1. ભારતના આ મંદિરમાં મહિલા માટે નહિ પુરુષો માટે હતો પ્રતિબ...

દેશમાં ઘણા એવા મંદિર છે જ્યાં પરંપરાઓના નામે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે, પરંતુ ભારતમાં એક એવું પણ મંદિર જ્યાં સ્ત્રીઓ માટે નહી પરંતુ પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. જી હા, આ વાત તદ્દન સાચી છે. આ મંદિર ઓડિશાના સતભાયા ગામમાં આવેલ છે. તેનું નામ માતા પંચબારાહી છે. લગભગ ૪૦૦ વર્ષથી આ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. પરંતુ તાજેતરમાં થયેલી એક એવી ઘટનાથી આ પરંપરા પણ તૂટી ગઈ છે. હકીકતમાં પ્રાચીન પરંપરાઓના અનુસાર આ મંદિરને દુર્ઘટનાથી બચવા માટે માત્ર તેમાં મહિલાઓ જ પ્રવેશ કરી શકતી હતી. અહીં પૂજારીથી લઈને પૂજા પાઠ કરનારી બધી મહિલાઓ જ હતી.

2. ભારતના આ મંદિરમાં મહિલા માટે નહિ પુરુષો માટે હતો પ્રતિબ...

રીતી-રિવાજના આધારે આ મંદિરમાં માત્ર પરણિત મહિલાઓ જ આવી શકતી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસો અગાઉ આ મંદિરમાં સમુદ્ધનું પાણી આવી ગયું હતું. મૂર્તિઓને સુરક્ષિત રાખવા માટે તેમને ગામમાં બીજા સ્થાન પર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.

3. ભારતના આ મંદિરમાં મહિલા માટે નહિ પુરુષો માટે હતો પ્રતિબ...

મૂર્તિઓ ભારે હોવાના કારણે મહિલાઓ તેને ઉઠાવવામાં અસમર્થ હતી. તેના કારણે મંદિરમાં પાંચ પુરુષોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમને મૂર્તિઓને બહાર લાવવામાં મદદ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂર્તિઓનો વજન લગભગ ૧.૫ ટન હતો. આ મંદિરની ખાસિયત છે કે, અહી પુજારીઓની સંખ્યા હંમેશા પાંચ જ હોઈ છે અને આ બધા દલિત સમાજથી હોવા જરૂરી હતા. પરંપરાઓના અનુસાર માટે આ મહિલાઓ જ મંદિર અને પૂજાથી સંબધિત કર્મકાંડ કરી શકતી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY