ગજબ : આ મંદિરમાં કરવામાં આવે છે શ્વાનની પૂજા

0
619
Bitch is worshipped in Jhansi Temple

ભારતમાં ઘણા દેવી-દેવતાઓના મંદિર છે, પરંતુ દેશમાં એક એવું Temple પણ છે જ્યાં શ્વાનની પૂજા કરવામાં આવે છે. ઝાંસીથી ૬૫ કિલોમીટર દુર મઉરાણીપુર પ્રદેશમાં રેવન અને કકવારા ગામમાં આ મંદિર બનેલું છે. સ્થાનીય લોકોનું માનવું છે કે, આ મંદિર તે સ્થાન પર બનાવવામાં આવ્યું છે જ્યાં આ શ્વાનનું મુત્યુ થયું હતું અને પછી તેણે દફનાવવામાં આવ્યું હતું. આ શ્વાનના શરીરને દફનાવ્યા બાદ પોતાની જાથે આ જગ્યા પથ્થરની થઈ ગઈ હતી.

ઈલેકશનના દરમિયાન આવતા જતા લોકો પણ આ મંદિરની સામે બે મિનીટ માટે રોકાઈને માંથું નમાવે છે. શ્વાનને ધૈર્યનું પ્રતિક માનવામાં આવે છે. અહી રહેનારી મહિલાઓ આ મંદિરમાં પાણી ચઢાવે છે અને તેની પૂજા કરે છે. આશ્ચર્યચકિત વાત એ છે કે, અહીંના લોકો આ મંદિરને કુતિયા મહારાણીના નામથી જાણે છે.

મંદિરમાં એક ચબુતરા પર કાળા રંગની શ્વાનની મૂર્તિ લગાવવામાં આવી છે જેને લોકો કુતિયા દેવીના નામથી ઓળખે છે. હકીકતમાં થોડા સમય પહેલા એક દિવસ બંને ગામમાં ભોજન સમારોહ યોજાયો હતો. ભોજન સમારોહ દરમિયાન રમતુલા વગાડવામાં આવતું હતું. જેનાથી લોકો જાણ થાય છે કે, ભોજન સમારોહ શરૂ થઈ ગયો છે.

આ દરમિયાન રેવન ગામથી રમતુલા વાગ્યું હતું અને શ્વાન ત્યાં પહોચ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં ભોજન સમારોહ સમાપ્ત થઈ ગયો હતો. થોડી વાર પછી કકવાર ગામમાં રમતુલા વાગ્યું, પરંતુ ત્યાં પણ તે થયું. ગામના વૃદ્ધ શ્યામ લાલ જણાવે છે કે, આ શ્વાન બીમાર અને ભૂખી હતી. બંને ગામોની વચ્ચે દોડવાના કરને તે થાકીને વચ્ચે બેસી ગઈ અને ત્યાં તેનું મુત્યુ થઈ ગયું હતું. બાદમાં જયારે તેને દફનાવવામાં આવી તો તે જગ્યા પથ્થરની થઈ ગઈ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY