આ મંદિરમાં માતાને ચડાવાય છે હાથકડી અને બેડીઓ

0
440
Goddess in this temple devotees offer handcuffs and chains to delight (1)

આપણા દેશમાં ઘણા મંદિર છે, જયાં પરંપરાઓ વિચિત્ર છે. કોઈ મંદિરમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુ મીઠાઈ અથવા ફળ તો કોઈ નારિયેળ, સિંદુર, મેહંદી, બંગડીઓ અર્પિત કરે છે. તેમ છતાં એક મંદિર એવું પણ છે જ્યાં હાથકડી અને બેડીઓ ચડાવાય છે. તેનું કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જાશો.

પ્રતાપગઢ જીલ્લાના જોલર ગામ પંચાયતમાં દિવાક માતાનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર દેવલીયાના પાસેના જંગલમાં છે. ઊંચા પહાડો પર બનેલા આ મંદિરની ચારો તરફ ગાઢ જંગલ છે. નાની મોટી ટેકરીઓ અને અસમતલ જગ્યાઓને પાર કરી ચાલતા અહી પહોંચી શકાઈ છે. આ મંદિરમાં હાથકડી અને બેડીઓ ચડાવાય છે.

આ મંદિરમાં રાખેલી કેટલીક બેડીઓ તો ૨૦૦ વર્ષથી પણ જૂની છે. એવી માન્યતા છે કે, દિવાક માતાના નામથી આ હાથકડી અને બેડીઓ પોતાની જાતે ખુલી જાય છે. એક સમય હતો જયારે આ જગ્યા ડાકુઓની બોલબોલા હતી. ડાકુ અહી માનતાઓ માનતા હતા કે જો તે લુટ કરવામાં સફળ રહે અને પોલીસથી બચી જાશે તો હાથકડી અને બેડીઓ ચઢાવશે.

સુત્રોનું અનુસાર, રજવાડાના સમયમાં એક પ્રખ્યાત ડાકુ પૃથ્વીરાણાએ જેલમાં દિવાક માતાની માનતા માની હતી કે જો જેલ તોડી ભાગવામાં સફળ રહેશે તો તે સીધા અહી દર્શન કરવા માટે આવશે. ગામના વૃદ્ધ લોકોનું કહેવું છે કે, દિવાક માતાનું સ્મરણ કરવાથી તેમની બેડીઓ તૂટી ગઈ અને તે જેલથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. આજે પણ કોઈ સંબંધીઓ અથવા ઓળખીતાને જેલથી મુક્ત કરવા માટે લોકો અહી હાથકડી અને બેડીઓ ચડાવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY