ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભોજન

0
1706

1. ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભો...

ઓરિસ્સાના પૂરીમાં આવેલ જગન્નાથ મંદિર એક અત્યંત લોકપ્રિય સ્થળ છે. અહીંની યાત્રાનું પોતાનું અલગ જ મહત્વ છે. પુરીમાં જગન્નાથ મંદિરની રસોઈ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહી દરરોજ ભગવાનને ચઢાવવા માટે મહાપ્રસાદનું નિર્માણ કરવામાં આવે છે. આ મહાપ્રસાદને તૈયાર કરવા માટે ૫૦૦ રસોઈયા અને તેમના ૩૦૦ સહયોગીની મદદથી તૈયાર કરવામાં આવે છે.

2. ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભો...

મંદિરના દક્ષિણ-પૂર્વી ભાગમાં આવેલ આ રસોઈને દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે. એવી માન્યાતા છે કે, આ રસોઈમાં મહાપ્રસાદનું નિર્માણ માતા લક્ષ્મીની દેખ-રેખમાં થાય છે. અહીં બનાવવામાં આવનાર ૫૬ વાનગીઓનું નિર્માણ ધાર્મિક પુસ્તકોની માર્ગદર્શિકા અનુસાર જ રાંધવામાં આવે છે. આ ભોજન સંપૂર્ણપણે શાકાહારી હોઈ છે, તેમાં ડુંગળી, લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી.

3. ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભો...

આ બીજી સૌથી મહત્વની વાત એ છે કે, આ ભોગને માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. તેને રાંધવા માટે સાત માટીના વાસણોને એકની ઉપર એક રાખવામાં આવે છે અને તેને લાકડાના ચૂલામાં રાંધવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, સૌથી ઉપર રાખેલ વાસણમાં પહેલા અને સૌથી નીચે રાખેલ વાસણમાં છેલ્લે ખાવાનું બંને છે.

4. ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભો...

આ ખાવાના બનાવવા માટે આજે પણ પારંપરિક શૈલીનો જ પ્રયોગ કરવામાં આવે છે. આ રસોઈની પાસલ બે કુવા છે જેને ગંગા-યમુનાના નામથી જાણીતા છે. ભોજન બનાવવા માટે આ બે કુવાથી પાણી નીકાળી ખાવાનું બનાવવામાં આવે છે.

5. ભારતનું એવું રસોઈઘર જ્યાં ક્યારેય પણ સમાપ્ત થતું નથી ભો...

અહીં દરરોજ આ પ્રક્રિયા ચાલતી રહે છે. અહીં એક વધુ ખાસ વાત એ છે કે, આ મહાપ્રસાદને ભલે ૧૦ હજાર લોકો અથવા ૧૦ લાખ ખાઈ તો પણ આ મહાપ્રસાદ સમાપ્ત થતો નથી. અહીં દરરોજ મહાપ્રસાદને લેવા માટે લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY