જુઓ… દુનિયાના અદ્દભુત સ્થળ

0
837

1. The Northern Lights of Norway

જો તમે વિચારતા હોય કે રાત્રિના સમયે આકાશમાં માત્ર કાળાશ દેખાય છે તે તમારી ભૂલ છે. આ ધરતીના કેટલાક ભાગમાં કેટલીક વિશેષ પરિસ્થિતિમાં આકાશનું દ્રશ્ય રંગીન જોવા મળે છે. અહી આકાશમાં લીલો, નારંગી, પીળો વગેરે રંગ જોવા મળે છે. આ અદભુત ઘટના નોર્દન લાઈટસના નામથી ઓળખાય છે.

નોર્દન લાઈટ્સનું કારણ શું?
હકીકતમાં નોર્દન લાઈટ્સ કુદરતનો એક એવો જાદુ છે જે ધરતીના ગેસ પાર્ટીકલ્સ અને સૂર્યના વાતાવરણમાં હાજર કણો વચ્ચે અથડામણથી ઉત્પન્ન થાય છે. રંગમાં જે વેરિયેશન હોય છે તે ગેસોના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર અથડાય છે. આ કુદરતી રંગોમાં સૌથી કોમન રંગ પીળાશ પડતો લીલો હોય છે, જે ધરતીથી ૬૦ મીલ ઉપર ઓક્સીજનના મોલેક્યુલ્સથી પેદા થાય છે.

2. The Reed Flute Cave in China

Reed Flute Cave સૌથી વધુ જોવાલાયક ચીનના આકર્ષણમાંથી એક છે. તે માત્ર સુંદર છે એટલું જ નથી, તેનો પણ એક ઈતિહાસ છે. આ ગુફા ચીનના ગુઈલિન પ્રાંતમાં સ્થિત છે. તેની શોધ ૧૩૦૦ વર્ષ પહેલા તાંગ રાજવંશના સમયે થઈ હતી.

3. Moraine Lake in Canada

સુંદર આસમાની રંગનું આ લેક કેનેડામાં આવેલ છે. આ લેક અહીંનું આકર્ષણનું કેન્દ્ર છે. તેનો આ રંગ ગ્લેશિયરના પાણીના કારણે છે. તેના સ્વચ્છ પાણીમાં દેખાતા ઊંચા ખડકો ખૂબ જ સુંદર દ્રશ્ય ઊભુ કરે છે.

4. White Sands National Monument in New Mexico

તમે જોઈ રહ્યા છો તે કોઈ બરફ નથી. સફેદ રેતી સ્મારક બરફથી સફેદ રેત સેન્ટ્રલ ન્યૂ મેક્સિકોમાં ૨૭૫ થી કેટલાક વર્ગના મિલના એક ક્ષેત્રને કવર ટીબ્બાનો એક શાનદાર સંગ્રહ છે. પારદર્શી ખનીજના સફેદ રેતની ભયાનક બેરંગ પરિદ્રશ્ય બનાવે છે.

5. Blue Bonnet Fields in Texas

ટેક્સાસમાં બ્લુબોનેટસ એક વિચિત્ર પ્રકારનું ફૂલ છે. તે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જોવા મળે છે. તેનો નજારો પણ એકદમ અદ્દભુત હોય છે.

6. The Shola Forest in Mular, India

આ એક અદ્દભુત જંગલ છે. આ જંગલમાં ઘાસ હંમેશા લીલાછમ રહે છે. શોલા શબ્દનો અર્થ સામાન્ય રીતે પ્રાચીન જંગલ જેવો થાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY