આ દેશમાં ગધેડાઓને પણ મળશે અઠવાડિયામાં એક દિવસ રજા

0
217

1. આ દેશમાં ગધેડાઓને પણ મળશે અઠવાડિયામાં એક દિવસ રજા

પોતાની સુંદરતા માટે સપૂર્ણ દુનિયામાં પ્રખ્યાત ગ્રીસનો કાયદો વિચિત્ર છે. ગ્રીસમાં ઘણી ફિલ્મોનું શુટિંગ પણ થઈ ચુક્યું છે. ગ્રીસનું એક આયલેન્ડ છે જેને આઈલેન્ડ ઓફ સેંટોરિની કહેવામાં આવે છે. અહીં ઘણા પ્રવાસીઓ આવે છે જે અહીંનો ચોક્કસ કાયદો જાણતા નથી તો તે મુશ્કેલીમાં આવી જાય છે.

તાજેતરમાં સામચાર આવ્યા હતા કે, ગ્રીસમાં ગધેડા પ્રવાસીઓના કારણે નબળા બની રહ્યા છે, કહેવામાં આવ્યું છે કે, અહીંના ગધેડાઓથી ઘણું બધું કામ કરાવવામાં આવી રહ્યું છે. ગધેડાને લઈને પરેસાન ગ્રીસ સરકારે ખાદ્ય અને ગ્રામ્ય વિકાસ મંત્રાલયે દ્વ્રારા ઘણી રીતના કાયદા બનાવવામાં આવ્યા છે.

2. આ દેશમાં ગધેડાઓને પણ મળશે અઠવાડિયામાં એક દિવસ રજા

કાયદામાં ગધેડાને કલાકમાં કેટલા કિલો વજન ઉચકવું તેવી રીતે અનેક બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રાણીઓથી જોડાયેલ ઘણી એનજીઓએ પણ આ બાબતમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એટલું જ નહિ લોકોએ આ બાબતમાં ઓનલાઈન અરજીઓ પણ સાઈન કરી છે.

3. આ દેશમાં ગધેડાઓને પણ મળશે અઠવાડિયામાં એક દિવસ રજા

જણાવવામાં આવી રહ્યું છે કે, આઈલેન્ડમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીંની સુંદરતાના કારણે ફરવા આવે છે. અહીં પ્રવાસીઓ ઘણું ઓછું ચાલવાનું પસંદ કરે છે, જેના કારણે અહીં ગધેડાઓનું બુકિંગ કરવામાં આવે છે. જેથી પ્રવાસીઓ સરળતાથી ફરી શકે. પરંતુ હવે તેમની મુશ્કેલી વધવાની છે.

4. આ દેશમાં ગધેડાઓને પણ મળશે અઠવાડિયામાં એક દિવસ રજા

પરંતુ તાજેતરમાં બનાવામાં આવેલ કાયદામાં કહેવામાં આવ્યું છે ક, હવે આ ગધેડા પર ૧૦૦ કિલોથી વધુ સામાન લઇ જવાશે નહી, ગધેડા સતત ઘણા કલાકો સુધી કામ કરશે નહી. તેમને અઠવાડિયામાં એક દિવસ રજા પણ આપવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY