1. આ સ્થળે માતા-પિતા પોતાના બાળકનું નામ રાખી શકતા નથી

આ એવી જગ્યા છે ત્યાં તમે તમારા બાળકનું નામ જાતે રાખી શકો નહી. આવું એટલા માટે છે કે, કેમકે તમને સરકાર તરફથી નામોની એક યાદી મળશે અને તેમાંથી તમારે નામ પસંદ કરવાનું હોય છે. બધા માતા-પિતા ઈચ્છતા હોય છે કે, તેમના બાળકનું નામ સૌથી અલગ હોય, તે પણ સપૂર્ણ રીતી રીવાજ સાથે રાખવામાં આવે પરંતુ આવું દરેક જગ્યાએ હોતું નથી. ઘણા દેશ તો એવા છે, જ્યાં બાળકોના નામ રાખવામાં ત્યાંની સરકારની દખલગીરી રહે છે.
સરકારની પોતાની એક યાદી હોય છે, જેમાં બાળકોના નામ નોંધાયેલ હોય છે. તમને સરકારની આ યાદી અનુસાર પોતાના બાળકો માટે નામ પસંદ કરવાના હોય છે. ડેનમાર્કમાં એક સખ્ય્ત નિયમ એ છે કે, જયારે કોઈ બાળકનો જન્મ થાય છે, તો માતા-પિતાને સૌથી પહેલા તેમને જન્મની જાણકારી સરકારને આપવાની હોય છે.
2. આ સ્થળે માતા-પિતા પોતાના બાળકનું નામ રાખી શકતા નથી

બાળકોની સપૂર્ણ ડીટેલ આપવાની હોય છે, જેમ કે, બાળક છોકરો કે છોકરી છે. જયારે બાળકનું નામ સરકારની યાદીમાં સામેલ થઈ જાય છે, ત્યારે બાળકોના ઘરે માતા-પિતાની પાસે નામોની એક યાદી આવે છે. જો તમારે છોકરો છે, તો આ યાદીમાં બધા છોકરાના નામ નોંધાયેલ હોય છે અને તેમાંથી એક નામ તમારે પોતાના બાળક માટે રાખવાનું હોય છે.
3. આ સ્થળે માતા-પિતા પોતાના બાળકનું નામ રાખી શકતા નથી

છોકરીઓ માટે પણ તદ્દન એવી જ યાદી હોય છે, પરંતુ છોકરીઓ વાળી યાદીમાં નામોની સંખ્યા થોડી વધુ ચોય છે. આ યાદીમાં કુલ ૧૮૦૦૦ નામ છોકરીઓ માટે હોય છે અને ૧૫૦૦૦ નામ છોકરાઓના સામેલ હોય છે, જેમાંથી તમે નામ પસંદ કરી શકો છો.
તેના સિવાય તમે પોતાના બાળકો માટે તે નામોથી અલગ નામ ઈચ્છો છો, તો તેના માટે તમારે સરકારથી પહેલા પરવાનગી લેવી જરૂરી છે. સરકારનું માનવું છે કે, બાળકોના નામ આવા હોવા જોઈએ, જેનાથી તેની જાતી પણ જાણી શકાઈ. તેના સિવાય તેમના ફર્સ્ટ નેમમાં સરનેમ કેરેક્ટર હોવો જોઈએ નહી.