1. આ છે દુનિયાની સૌથી ખતરનાક Tunnel

ચીનના તૈહાંગ પહાડોને વચ્ચે તોડીને બનાવવામાં આવેલી આ ગુઓલિયાંગ Tunnel છે. તે દુનિયાની સૌથી ખતરનાક ટનલ માંથી એક છે.
2. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

આજથી ૪૦ વર્ષ પહેલા અહી જિંદગી વધારે મુશ્કેલ હતી. આ ટનલનું નિર્માણ ૧૯૭૨માં થયું હતું. તેની પહેલા આ ટનલ પર માત્ર ચાલીને જઈ શકાતું હતું અને આ માર્ગ હુઈકિસયાન, જિનજિયાંગ, હેનાન પ્રાંતના ગામડાઓને જોડે છે.
3. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

આ યાત્રા વધારે મુશ્કેલ હતી. લગભગ ૭૨૦ ઉભેલા પહાડો પર બનેલા માર્ગને પાર કરવાનો હોય છે. આ માર્ગની વચ્ચે બનેલી સીડીઓ વધારે ખતરનાક છે.
4. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

તે ખૂબજ સાંકડી, ઊભી અને રેલિંગ વગરની છે. આ મુશ્કેલીઓને જોતા ગામના લોકોએ પહાડોમાં ટનલ ખોદવાનો નિર્ણય કર્યો હતો.
5. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

ગામના વડીલ શેલ મિંગજિંગે પોતાની બકરીઓ અને દવાઓ વેચીને હથોડો અને બાકીના ઓજાર ખરીદ્યા હતા.
6. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

૧૩ લોકોએ આ પ્રોજેક્ટ પર કામ શરુ કર્યું અને ૧,૨૦૦ મીટર લાંબી ટનલને ખોદવામાં ૫ વર્ષ લાગ્યા હતા. આ ટનલ પાંચ મીટર ઊંચી અને ચાર મીટર પહોળી છે.
7. આ છે દુનિયાની સૌથી ખતરનાક ટનલ

આ ટનલના નિર્માણમાં ૧૨ ટનની ડ્રીલ રોડ અને ૪,૦૦૦ હથોડાનો ઉપયોગ થયો હતો. ૧ મેના રોજ ૧૯૭૭માં આ ટનલ ખોલવામાં આવી હતી.