દુનિયામાં જોવા મળતી વિચિત્ર બીમારીઓ

0
2462

1. Baby whose Brain is Growing in his Nose

બ્રિટનના વેલ્સમાં જન્મેલ એક બાળકને ‘રિયલ પિનોકિયો’ માનવામાં આવી રહ્યો છે. આ બાળક એક દુર્લભ બીમારી ‘ઈન્સાફાલોસેલ’ થી પીડિત છે, જેમાં મગજનો ભાગ ખોપરી તોડી બહારની તરફ વિકસિત થવા લાગ્યો છે. ૨૧ મહિનાના આ બાળકનું નામ ઓલી ટ્રીજાઈસ છે. બીમારીના કારણે બાળકના મગજનો વિકાસ નાકની નજીક થવા લાગ્યો છે. બાળકની માતા એમી પોલ કહે છે કે, ઓલીની બીમારીની સારવાર કરવા માટે ઘણા ઓપરેશનમાંથી પસાર થવું પડ્યું છે. ઓલીની આ બીમારીની ખબર તેની માતા પુલીની ૨૦ અઠવાડિયાની પ્રેગનન્સી દરમ્યાન ખબર પડી હતી.

2. 3-year-old Brazilian boy weighs 70 kg

બ્રાઝિલમાં રહેતો મિસાઇલ નામનો છોકરો જન્મ્યો ત્યારે માત્ર ૨.૯ કિલોગ્રામનો હતો, પણ એ પછી લગભગ દર મહિને તેનું બેથી અઢી કિલો વજન વધતું ગયું છે અને હવે તે એટલો જાડિયો થઇ ગયો છે કે તેના માટે ચાલવાનું પણ શક્ય નથી. પગ અને કમરની વધારાની ચરબીને કારણે બેસતી વખતે પણ તે અવાર-નવાર ગબડી પડે છે. ડોક્ટર્સનું કહેવું છે કે, આ બાળકને પ્રીડર-વિલી સિન્ડ્રોમ છે. આ જિનેટીક કન્ડીશન છે જેમાં તેને સતત ભૂખ લાગ્યા કરે છે અને તે નોનસ્ટોપ ખાધા કરતો હોવા છતાં તેની ભૂખ તૃપ્ત થતી જ નથી. આ સિન્ડ્રોમ ધરાવતા લોકો પોતાની ઉંમર કરતા ત્રણથી છ ગણું વધારે ખાવા છતાં ભૂખ્યા જ રહે છે. વળી આ છોકરાને થાઇરોઇડ ગ્રંથિ પણ અન્ડર એકિટવ હોવાથી તેનું વજન વધતું જ જાય છે.

3. Young woman eats 20 kitchen sponges a day

ઘણા લોકો સ્પંજી રસગુલ્લા, ઢોકળા ખાવાના શોખીન હોય છે પરંતુ નોર્થ ટાઈનસાઈટની રહેવાસી એમા થોમ્પસન(૨૩) વાસણ ધોવાના સ્પંજ ખાવાની એટલી શોખીન છે કે, દરરોજ તે ૨૦ કરતા વધુ સ્પંજ ખાઈ જતી હોય છે. તેને સ્પંજ ખાવાનો શોખ બાળપણથી છે જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારથી તેણે સ્પંજ ખાવાનું શરુ કર્યું હતું. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, આ પિકા નામની એક બીમારી છે. એમા સ્પંજની સાથે એપ્પલ ફ્લેવરના સોસનો ઉપયોગ કરે છે. એમાએ જણાવ્યું કે, જ્યારે તે પોતાના મિત્રો સાથે કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે તો તેના મિત્ર ચિપ્સ અને ચા ઓર્ડર કરતા હોય છે, જ્યારે તે પર્સ માંથી સ્પંજ નીકાળી ખાય છે.

4. Girl living With Heart Outside Her Chest

[scg_html_300250]
તમે અત્યાર સુધી અલગ-અલગ પ્રકારના મેડિકલ કંડીશનવાળા લોકો જોયા હશે, પરંતુ ૬ વર્ષની એક રશિયન છોકરીની મેડિકલ કંડીશન જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. કારણકે આવા કેસ દુનિયામાં બહુ ઓછા જોવા મળે છે. વેરસાવિયા નામની આ છોકરીનું દિલ ૬ વર્ષથી શરીરની બહાર લટકેલું છે, તેમ છતાં તે નોર્મલ જીવન જીવી રહી છે.

તેમાં ચોકાવનારી વાત એ છે કે, વેરસાવિયાનું દિલ તેના જન્મથી જ શરીરની બહાર હતું. તેના શરીરની બહાર ધડકતું દિલ માત્ર અનુભવ નહિ પરંતુ સ્પષ્ટ રીતે જોઈ પણ શકાય છે. જેમ-જેમ તે મોટી થતી જાય છે તેમ-તેમ દિલનો આકાર પણ મોટો થતો જાય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, વેરસાવિયા પેંટાલોજી નામની બીમારીથી પીડિત છે જેના કારણે જન્મથી જ તેનું દિલ શરીરની બહાર નીકળેલુ છે.

5. Baby born with part of skull missing defies the odds

દુનિયામાં ઘણા વિચિત્ર કિસ્સા જોવા અને સાંભળવા મળે છે. આવો જ એક કેસ ફ્લોરિડામાં રહેતા એક દંપતિએ બ્રેંડેન અને બ્રિટીની ઘરે જોવા મળ્યો છે. તેમના ઘરે ગયા વર્ષે એક એવા બાળકનો જન્મ થયો જેના માથા પર ખોપરી છે જ નહિ. પરંતુ આ બાળક જેનું નામ જેક્સન એમેટ બુએલ છે તેણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી.

જો કે, ફ્લોરિડાના બ્રેંડેન અને બ્રિટીનીના ડોકટરે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર એક દુર્લભ મગજની બીમારીથી ગ્રસ્ત છે. આ કારણે તે થોડા સમય સુધી જીવિત રહી શકશે. તેની ખોપરીનો થોડો ભાગ ગાયબ છે. આવી બીમારી અમેરિકામાં ૪૮૫૯ બાળકો માંથી એકને થતી હોય છે. આ બાળકનું માથું જોઈ તમે પણ હેરાન થઈ જશો. તેના ઉપરના ભાગમાં ખોપરી દેખાતી નથી. જો કે, આવા બાળકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.

6. Cambodian man with a huge Tumor

કંબોડિયાના નિવાસી વિડ જેવી બીમારી આજ સુધી તમે જોઈ હશે નહિ, કારણકે તેને જોવા પર એવું લાગે છે કે, તેના માથા પર સૂંઠ છે. પરંતુ તેના માથા પર વધતું આ માંસ તેના ચહેરાનું આખો જમણો ભાગ કવર કરી ચૂક્યો છે. પ્રથમ વખત વિડને જોનાર એવું સમજે છે કે, આ કોઈ સૂંઠવાળો વ્યક્તિ છે. વિડની આ સ્થિતિ જોતા કોઈએ તેને નોકરી આપી નહિ. જન્મના સમયે વિડના માથા પર એક ગાંઠ હતી, તે હવે વધીને મોટી થઈ ગઈ છે. વિડની પાસે ઘરે નથી અને નોકરી પણ નથી.

7. Colombian Teen With Premature Aging Disease Defies Expe...

તમને અમિતાભ બચ્ચનની ‘પા’ ફિલ્મ તો યાદ હશે જેમાં તેઓ બહુ નાની ઉંમરમાં વૃધ્ધ લાગે છે. જી હાં, ૧૫ વર્ષની બાળકી મગાલી ગોન્ઝાલેઝ સિએરાની સાથે પણ કંઇક આવું જ થયું. કોલંબિયાની રહેવાસી સિએરા નાનપણમાં જ વૃધ્ધ થવા લાગી. જો કે, સિએરા પ્રિમેચ્યોર એજિંગ ડિસીસથી પસાર થઈ રહી છે. ડોક્ટર્સ મુજબ, સિએરા થોડા વર્ષ જીવી શકશે. સિએરાના પરિજનોએ તાજેતરમાં તેનો ૧૫મો જન્મદિવસ ધૂમધામથી ઉજવ્યો છે.

8. Petero Byakatonda The Boy with a New Head

૧૦ વર્ષનો આ છોકરો ક્રૂજન નામની બીમારીનો ભોગ બન્યો છે. બીમારીના કારણે તેનું માથુ શિંગડાની જેમ અણીદાર થઈ ગયુ છે અને એની આંખો પણ બહાર આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ૧૦ હજાર બાળકોમાંથી કોઈ એક બાળકને જ આવી બીમારી થતી હોય છે. તેની સારવાર કરતાં ડૉક્ટર કેનેથ સલ્યેરે કહ્યું હતું કે આ બીમારીની સૌથી વધુ અસર તેના માથા પર થઈ છે.

9. 11-Year-Old Suffers Hair Disorder

આ એક વિચિત્ર બીમારી છે. આ બીમારીને વેરવુલ્ફ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.  આ બીમારી કેટલાક લોકોને જન્મજાત હોય છે તો કેટલાક લોકોને મોટા થયા પછી પણ થઈ શકે છે. વર્ષ ૨૦૦૮માં આ બીમારી ભારતમાં જોવા મળી હતી. આ બીમારીમાં હાર્મોનલ અસ્થિરતનાને કારણે તેમાં માણસના ચહેરાથી લઈને આખા શરીર પર વાળ ઉગી નીકળે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY