અજબ ! ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં જડાયું છે અધધ સોનું

0
1989

1. ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં જડાયું છે ૧૫૦૦ કિલો સોનું

અત્યાર સુધી તમે ભારતના એક કરતા ચડિયાતા મંદિરના વિષે સાંભળ્યું હશે જે પોતાના ઘણા કારણોથી પ્રસિદ્ધ છે. પરંતુ શું ક્યારેય એવા મંદિરના વિષે સાંભળ્યું છે જેમાં ૧૫૦૦ કિલોથી વધુ સોનું તો તેની દીવાલો અને ગર્ભગૃહના શિખર પર લાગેલું છે. જો તમે વિચારી રહ્યા હોય કે, આ પંજાબનું સવર્ણ મંદિર છે તો એવું નથી. તેના સિવાય દક્ષિણ ભારતમાં દ્રવિડીયન શૈલીમાં બાંધવામાં આવેલું એક મંદિર છે, જ્યાં ઘણું બધું Gold લાગેલ છે. આ મંદિર તામિલનાડુ વેલ્લોર ગોલ્ડન ટેમ્પલ છે. આ મંદિર પણ પંજાબના ગોલ્ડન ટેમ્પલની જેમ જ પ્રસિદ્ધ છે અને વિશ્વની કેટલીક અજાયબીઓમાંથી એક છે.

2. ૧૫૦૦ કિલોગ્રામ શુદ્ધ સોનાથી બનેલું છે

આ સુવર્ણ મંદિરને શ્રીપુરમ અથવા મહાલક્ષ્મી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર તમિલનાડુ રાજ્યના વેલ્લોર શહેરની દક્ષિણમાં આવેલું છે. આ મંદિરના નિર્માણમાં ૧૫૦૦ કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને ૨૦૦૭ માં બનાવવામાં આવ્યું હતું. સોનું લગાવવાના કારણે આ મંદિર રાત્રીમાં સુંદર જોવા મળે છે. લાઈટોની રોશની પડવાના કારણે આ મંદિર જગમગી ઉઠે છે. અહી હિન્દુ ધર્મને માનનારા લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે.

3. ૧૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું

આ મંદિર સંકુલનો વિસ્તાર ૧૦૦ એકરથી વધુ ફેલાયેલો છે. આ મંદિરની બહાર ચારો તરફ સુંદર હરિયાળી છે. આ મંદિર પરિસરમાં દેશની બધી પ્રમુખ નદીઓથી પાણી લઈને એક ‘સર્વ તીર્થમ સરોવર’ નામનું કુંડ બનાવવામાં આવ્યું છે. આ મંદિરની સુરક્ષામાં ૨૪ કલાક પોલીસ અને સિક્યોરીટી કંપનીઓ નજર રાખ્યો છે. અહી હવાઈ માર્ગથી જનારાઓ માટે પહેલા ચેન્નાઈ એરપોર્ટ અને પછી ટ્રેન દ્વ્રારા મુસાફરી કરવા માટે વેલ્લોર કેન્ટોનમેન્ટ માટે ટીકીટ લઈને જઈ શકો છો. આ મંદિર વેલ્લોર શહેર રેલ્વે સ્ટેશનની પાસે જ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY