કરાચીમાં ડોન દાઉદના ૨૧ નામ અને ત્રણ સરનામાં

0
1948
UK List: Dawood's from Bada Seth to Bada Bhai 21 names and three addresses in Karachi

ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન પાકિસ્તાનમાં છે અને વધુ એક વખત ફક્ત ભારતે જ આ દાવો નથી કર્યો પરંતુ UK (યુનાઇટેડ કિંગડમ) સરકારના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

UK સરકારના આ રિપોર્ટ મુજબ ડોન દાઉદ ઇબ્રાહિમ જુદા-જુદા ૨૧ નામોની સાથે રહી રહ્યો છે. ફક્ત આટલું જ નહી તેના નામ ઉપરના કરાંચીમાં ત્રણ સરનામાં પણ છે.

યુકે (UK) સરકારના નાણાં મંત્રાલયની તરફથી પ્રસિદ્ધ કરાયેલા આ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધોમાં એકલો ભારતીય દાઉદ ઇબ્રાહિમ

બ્રિટનની સરકારના રિપોર્ટમાં નાણાકીય પ્રતિબંધ લગાવાયેલા લોકોની યાદીમાં ‘ભારતીય નાગરિક’ના નામ ઉપર ફક્ત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો છે.

રિપોર્ટમાં તેનું જન્મસ્થાન મહારાષ્ટ્રના રત્નાગિરીને દર્શાવવામાં આવ્યું છે. આ યાદીમાં તેને ‘ભારતીય’ના રીતે સામેલ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં દાઉદના જે ૨૧ નામો દર્શાવવામાં આવ્યા છે, તે આ પ્રકારના છે. અબ્દુલ શેખ ઈસ્માલ, અબ્દુલ અજીજ અબ્દુલ હમીદ, અબ્દુલ રહમાન શેખ મુહમ્મદ ઈસ્માઈલ, અનીસ ઇબ્રાહિમ શેખ મુહમ્મદ, બડા ભાઈ, દાઉદ ભાઈ, ઇકબાલ ભાઈ, દિલીપ અજીજ, દાઉદ ઇબ્રાહિમ, ફારુખી શેખ, હસન કાસકર દાઉદ, હસન દાઉદ, ઇબ્રાહિમ અનીસ, ઇબ્રાહિમ દાઉદ હસન શેખ, કાસકર દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, કાસકર દાઉદ ઇબ્રાહિમ મેનન, કાસકર દાઉદ હસન ઇબ્રાહિમ, મેનન દાઉદ ઇબ્રાહિમ, સબરી દાઉદ, સાહબ હાજી અને બડા શેઠ, જેવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કરાંચીમાં છે દાઉદનું વ્હાઈટ હાઉસ

રિપોર્ટમાં જણાવ્યા મુજબ દાઉદની પાસે મૂળ રીતે ભારતીય પાસપોર્ટ હતો ત્યાર બાદ ભારત સરકારે કેન્સલ કરી દીધો હતો. આ પછી તેણે બોગસ રીતે કેટલાય ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટ મેળવ્યા હતા.

ફક્ત એટલું જ નહી, રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાનના શહેર કરાંચીમાં તેના નામ અંગેના ત્રણ સરનામાં પણ નોધાયેલા છે.

જે સરનામાં દાઉદના નામ ઉપર નોધાયેલા છે તેમાં હાઉસ નંબર ૩૭, ૩૦મી સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી, નૂરબાદ, કરાચી (પહાડી વિસ્તારમાં આલીશાન બંગલો), વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદની પાસે, ક્લિફટન, કરાચી.

ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ડોન ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સનો મુખ્ય આરોપી છે, જેમાં આશરે ૨૬૦ લોકો માર્યા ગયા હતા.

આશરે 23 વર્ષ અગાઉ ભારતમાંથી ફરાર થઈ ગયેલ દાઉદ ત્યારથી પાકિસ્તાનમાં રહીને પોતાના અન્ડરવર્લ્ડનું સામ્રાજ્ય ચાલવી રહ્યો છે, પરંતુ પાકિસ્તાન સતત આ વાતનો ઇનકાર કરી રહ્યું છે કે દાઉદ તેમના દેશમાં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY